Sunday, 23 July 2017

ગઝલ

ફકીરા
્્્ ્્્્ ્્્્
ડૉ .સત્યમ બારોટ

દુનિયા દોડે આગળ પાછળ,.
તારી ગતિ એ ચાલ ફકીરા .

દિલના રસ્તે મંઝિલ મળશે,.
આજે કા,તો કાલ ફકીરા .

વાવી દે દાણા પ્રભુ નામે ,.
ઊગે મીઠો ફાલ ફકીરા .

પૂછ્યા કરજે જાતોને તું ,.
દિલથી સાચા હાલ ફકીરા.

વરસે દુશ્મન ચારે કોરે ,.
સત્યની છે ઢાલ ફકીરા .

ડૉ .સત્યમ બારોટ
્્્.       ્્્.     ્્્્

No comments:

Post a Comment