ખાબોચિયાના પર્વથી ચર્ચાય છે તળાવ
એકાદ ફૂલનું હસવું ને મલકાય છે તળાવ
ખુલ્લામાં રોજ ડરથી એ બેઠું છે ચુપચાપ
પગલા પડે ને ત્યાંજ સંકોચાય છે તળાવ
વાયુ અડી અડીને અડપલા કર્યા કરે
મૃગ્ધાની આંખ જેવું જ છલકાય છે તળાવ
વાદળની ઓથ લઇને એ ઘુમે છે શ્હેરમાં
સમણું બનીને આભમાં પથરાય છે તળાવ
બાળકની જેમ ચાંદની ફેંકી રહ્યું કિરણ
ને આયનો થૈ મધ્યમાં તરડાય છે તળાવ
-નરેશ સોલંકી
No comments:
Post a Comment