ભીની ઝાકળ શા ઝળહળવાનું સુખ સૌને નથી મળતું,
કોઈ કારણ વગર મળવાનું સુખ સૌને નથી મળતું.
સતત વહેવું,બધું સહેવું,ન કાંઠાનેય કૈં કહેવું,
આ ઝરણા જેમ ખળખળવાનું સુખ સૌને નથી મળતું.
ખરેલાં પાંદડાંના કાનમાં બસ એટલું કહેવું છે,
ઊગો એ માટીમાં ભળવાનું સુખ સૌને નથી મળતું.
વળાંકેથી વળી જાતા આ રસ્તાની વિન્ંતી છે ;
હજી પાછા વળો, વળવાનું સુખ સૌને નથી મળતું.
સળગતું આયખું મ્હેંકે અગરબત્તી શા અક્ષરમાં,
કવિતામાં આ ઓગળવાનું સુખ સૌને નથી મળતું.
~પ્રણવ પંડ્યા.
Thursday, 20 October 2016
ગઝલ
Labels:
પ્રણવ પંડયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment