એક ઊર્મિ ગીત આપ સહુ મિત્રો માટે
મૈત્રી તો પળ પળમાં ઘૂંટવાની વાત ને મૈત્રી તો લાગણી નો બંધ
મૈત્રી તો તારા માં મારા હોવાનો એક મુઠ્ઠી ઊંચેરો સંબંધ
તારા સહુ ઘાવ મારા કાળજા માં મહોરે એ સગપણ ને નામ તે શું દેવું
પગ માં ખૂંચે જો કોઈ કાંટો, તો પીડામાં રડતી બે આંખના જેવું
મૈત્રી તો મનખાનો મીઠો મેળાવડો ને મૈત્રી અદ્વૈત નો નિબંધ
મૈત્રી તો તારા માં મારા હોવાનો એક મુઠ્ઠી ઊંચેરો સંબંધ
ફફડે તુજ હોઠ ત્યાંતો મુજ આંખો સમજે એ વણઉકલ્યા શબ્દો નું રૂપ
સાવ રે અકારણ તું બોલતો રહે ત્યારે રહેવાનું હોય મારે ચૂપ
મૈત્રી તો દુઃખસુખમાં મહોરવાની ઘટના ને મૈત્રી અદ્વૈતનો નિબંધ
મૈત્રી તો તારામાં મારા હોવાનો એક મુઠ્ઠી ઊંચેરો સંબંધ
- અજીત પરમાર
No comments:
Post a Comment