Thursday, 20 October 2016

ગઝલ

દર્દનું કહો કે દવાના વિશે કહો;
કેમ ના સતત આ હવાના વિશે કહો ?

કેટલાં વરસથી લગાતાર જીવતાં---
જીવને તમે કાં જવાના વિશે કહો ?!

સારું તો થયું છે જ ક્યાં આજદિન સુધી;
અણગમો- ગમો યે થવાના વિશે કહો !

જાણતાં હતા તો સહજ આચરણ વિશે;
છેડ જોગી જૂના; નવાના વિશે કહો !

ક્યાંથી આપ આવ્યા હતા; જાણ છે કશી ?
ક્યાં થશો અહીંથી રવાના વિશે કહો !

             ગુણવંત ઉપાધ્યાય

No comments:

Post a Comment