ડાયરીનાં પાનાં ઝાંખાં નીકળે,
ત્યાં પ્રણયના ઘાવ તાજા નીકળે !
આમ લાગે કે જીવું છું હું ને આમ
મારું હોવું સાવ અફવા નીકળે !
પૂછશો ચાહત વિષે મારી અગર,
અંત સૌ કિસ્સાના સરખા નીકળે !
એ નિશાળે તો પ્રથમ આવે ભલે,
પ્રશ્ન સૌ જીવનના અઘરા નીકળે!
જો તપાસો આ હ્રદયને ધ્યાનથી,
ઓમના સ્વર એકધારા નીકળે !
શહેર મારાથી અજાણ્યું છો હતું,
ઓળખીતા સૌ પુરાણા નીકળે !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment