જિંદગી શું ચીજ છે એ જાણવા તું ચાલ દોસ્ત,
હાથ પકડી લે તું મારો, દોડવા તું ચાલ દોસ્ત.
બાળપણથી આજ લગ સાથે વિતાવી જિંદગી,
સાથ જોયેલા એ સપના પામવા તું ચાલ દોસ્ત.
ઠોકરો ખાધી બધે તોયે થયા પાછા ઉભા,
આ ખુશીની પળમાં સાથે નાચવા તું ચાલ દોસ્ત.
દોડ,સંતાકૂકડી જ્યાં ખેલતા એ બાગના,
રાહ જોતા બાંકડા, ત્યાં બેસવા તું ચાલ દોસ્ત.
નોકરી ધંધામાં ખોવાયું વિતેલું બાળપણ,
છો વિતેલું, પણ એ વાગોળવા તું ચાલ દોસ્ત.
....પ્રશાંત સોમાણી
No comments:
Post a Comment