અત્ર -તત્ર -સર્વત્ર બસ તુજમાં વસી જાઉં છું
એમ જ તને કહ્યા વગર મિત્ર બની જાઉં છું !
એક હાથે અશ્રુ લુછી,બીજે તાળી દઈ જાઉં છું
હૃદય ભાર હળવો કરીને હળવી થઇ જાઉં છું !
વાતે વાતે રીસાવું, વાતે વાતે અડી જાઉં છું
સતાવે જો દુનિયા તને ,અડીખમ થઇ જાઉં છું !
રમત રમતમાં પળમાં તને ચિત કરી જાઉં છું
પણ હકીકતમાં તો હું તારાથી હારીને જાઉં છું !
હુતુતુતુ પકડા- પકડી ,કૈક ખેલ ખેલી જાઉં છું
સંતાકુકડીમાં તું ના મળે, કેવી મૂંઝાઈ જાઉં છું !
બધા વચનો તોડી તને ઉલ્લુ બનાવી જાઉં છું
ના જાણે કેમ તારા દીધેલા સમ માની જાઉં છું ?
જીવનની હર એક પળમાં સાથ દઈને જાઉં છું
એક આખરી પડાવે બસ લાચાર થઇ જાઉં છું!
ઉષા પંડ્યા
Tuesday, 8 August 2017
ગઝલ
Labels:
ઉષા પંડ્યા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment