*ગીત : મારા મનમાં રમે*
તારા વિચારોમાં બની દીવાનો હું તો ભટકું છું દિવસ ને રાત,
મારા મનમાં રમે છે તારી ભાત.....
પ્રસરે છે પવન ને મ્હેકે છે હૈયું મારું રાતરાણી ખીલે જો રાતમાં,
નીંદરમાં સપનામાં ઉડતો રે જાઉં જાણે આસમાનનું પડ હોય સાતમાં,
ક્યારેક તો થાય એવું મારે જો શેખચીલ્લી આટાની ઢોચકી પર લાત,
મારા મનમાં રમે છે તારી ભાત.....
કલ્પન આમારા ત્યારે લયમાં ઢળે છે જયારે સામે આવે છે તારો ચહેરો,
દિલનાં ધબકારે અને લાગણી ઉછાળે ભરે યાદો તમારી એ પહેરો,
લખતો રહું છું હવે ગીતોમાં ખ્યાલ તારો ક્યારેક તો કર મુલાકાત!
મારા મનમાં રમે છે તારી ભાત.....
તારા વિચારોમાં બની દીવાનો હું તો ભટકું છું દિવસ ને રાત,
મારા મનમાં રમે છે તારી ભાત.....
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Tuesday, 29 August 2017
ગીત
Labels:
ભાવિન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment