Tuesday, 29 August 2017

ગઝલ

ચલી ચાલ સારી હવે ક્યાં જવાનું,
નવા રંગ ધારી  હવે ક્યાં જવાનું.

ફરે આંખડી માં દરશ ની તમન્ના,
ધરી બે કરારી હવે ક્યાં જવાનું.

નસીબે મળેલો સમય પણ સજાનો,
બચાવો વિચારી હવે ક્યાં જવાનું.

ઘણી ઠોકરો છે પડી રાહ વચ્ચે,
કદમ બે વધારી હવે ક્યાં જવાનું.

તમાશા જગતના હસાવે રડાવે,
નવી સોચ ધારી હવે ક્યાં જવાનું.

ઘડી બે ઘડીનો ચલે ખેલ સારો,
નયા વેશ ધારી હવે ક્યાં જવાનું.

તમારા પ્રતાપે નભેઆજ માસૂમ,
વફાને વિસારી હવે ક્યાં જવાનું.

              માસૂમ મોડાસવી

No comments:

Post a Comment