વાતો કેવી વાળી બેઠાં,
દર્દોને લે ખાળી બેઠાં
ના કાપો વૃક્ષોને દોસ્તો,
વૃક્ષોમાં વનમાળી બેઠાં
ઈર્ષાનો ભભકો આ કેવો?
કે, સ્વયંને બાળી બેઠાં?
એના મનમાં માણસ જીવે,
આઘેથી લે ભાળી બેઠાં
તરુવરની આભા છે કેવી?
તડકો ઝીણો ચાળી બેઠાં
ટહુકો વગડે ગુંજ્યો ત્યાં તો,
શમણાં આંખે પાળી બેઠાં
જીવનમૂલ્યો અદકાં રાખી,
જીવનને અજવાળી બેઠાં
નાહિંમત છે માણસ આજે,
માટે નેતા પાળી બેઠાં
ઈચ્છા, ઇપ્સા, લિપ્સા છોડો
આદત કઇ પંપાળી બેઠાં
ખુદથી ખુદને, જાણે ના તું!!
ખુદને ક્ચાં ઓગાળી બેઠાં
ડો જિજ્ઞાસા
No comments:
Post a Comment