ધડકે છે હજુ હ્રદયને શ્ચાસ પણ ચાલુ છે
જીવે છે શરીર એટલે નાળ પણ ચાલુ છે
માહ્રલોતો મરી પરવાર્યો છે કયારનો જો ને
ભટકી રહ્યું છે જે એ પીંજર પણ ખાલુ છે
કરે છે માનવ અહંકાર જેનો જુઓ ને કેવો
એ રૂપ ને રૂપિયા નું અભિમાન પણ ઠાલુ છે
કણસી રહી છે આ કુળ-કપટ જોઈ ને કેવી
માનવતા ને જો એના અંતર પર પણ છાલુ છે
સુવર્ણ ઈતિહાસ સ્વદેશનો ભૂલી ભણાવે
ભણતર વિદેશનુ આ શિક્ષણ પણ નિરાલુ છે
ખટકે છે અમોને તો ખુમારી વગરના જગતમાં
છતાંયે જીવવું પડે શું થાય જીવન પણ સાલું છે
સંસ્કૃતિ,સંસ્કાર ને શરમ ભુલી "સતીષ" જો
ઉભરી છે બેહદ લાગે આ જાત પણ કાલુ છે
- સતીષ સખીયા
No comments:
Post a Comment