ધરમ કરતા પડી ધાડ જયલા હવે,
કોઇ પકડી ગયું નાડ જયલા હવે.
આવશે ક્યાંક વરસાદ નક્કી નથી,
કૈક કાપ્યા તમે ઝાડ જયલા હવે.
એક તું જ મળશે, સ્થાન તારું સદા,
લે બતાવું, જિગર ફાડ જયલા હવે.
રાખશે કોણ સ્મરણ તને કાયમી,
જીવને જીવમાં પાડ જયલા હવે.
રોદણાં રોઇ ને ક્યાં જવું આપણે,
લાગણી રાખ ને લાડ જયલા હવે.
No comments:
Post a Comment