Friday, 14 July 2017

ગઝલ

દિલ લૂંટાઈ ને નયન જોયા કરે
હાય આ કેવા સ્વજન જોયા કરે

કેવી મજબૂરી છે આ રાખવાળાની
ફૂલ ચૂંટાઈ ચમન જોયા કરે

હું ન નીરખું કોઈ દિન એનું વદન
એ સદા મારું વદન જોયા કરે

કેટલા છે ભાગ્યશાળી એ નયન
રાતદિન તારા સ્વપ્ન જોયા કરે

આખરે નાઝીર ને વીંટળાઈ વળ્યું
દુર્દશા ક્યાં લગ કફન જોયા કરે
- નાઝીર દેખૈયા

No comments:

Post a Comment