આજુબાજુ મયકદા ચારે તરફ
ઝાંઝવા છે ઝાંઝવા ચારે તરફ
કઈ તરફ ઊડે છે પાલવ આપનો
ઘેન છે ઘેઘૂર ઘટા ચારે તરફ
બેઉ બાજુ જિંદગી સાપેક્ષ છે
દીપ વચ્ચે ને હવા ચારે તરફ
એ તરફ છે મૂર્તિઓ મોહક બધી
પૂતળાં અહી દોડતાં ચારે તરફ
વર્તુળો છે વર્તુળો વ્યવહારગત
ઊર્ફે સમજો ચોકઠાં ચારે તરફ
ભરત ભટ્ટ 'તરલ'
No comments:
Post a Comment