Tuesday, 8 August 2017

ગઝલ

આપણામાં  આપણે  તૂટ્યા,ચલો અચ્છા હુઆ,
ક્યાંથી ક્યાં ક્યાં કેમ જઈ પૂગ્યા ચલો અચ્છા હુઆ.

સામટા સ્મરણોને લખવાની કરી કૌશિષ ત્યાં-
તો હવામાં કાગળો ઊડ્યા, ચલો અચ્છા હુઆ.

પર્વતો મસ્તક નથી ઝૂકાવતા ,કોણે કીધું ?
આ તળેટીમાં શિખર ખૂપ્યા ચલો અચ્છા હુઆ.  

કોઈને ક્યાં કૈં કશું પૂછાય છે ?હોવા વિશે,
બિમ્બને પ્રશ્નો કદી પૂછ્યા? ચલો અચ્છા હુઆ.

અહીં હજુ અંધાર છે ,ક્યાં આપણે ખુદને જડ્યા ?
કેટલા સૂરજ પણે ડૂબ્યા ? ચલો અચ્છા હુઆ.

          ભરત ભટ્ટ

No comments:

Post a Comment