ધર્મ ડરાવે
ધમકાવે
અથડાવે
ભટકાવે
ક્યારેક
લોહી વહાવે
કાશ!
આ માણસ
ખુદને
ઓળખે
માણસ બને
માણસને
ચાહે ...
ખુદા ઈશ્વર
ના કદી બની બેઠેલા
ધર્મગુરૂમાં મળે
ખોજ ખુદમાં
તને
તારો ધર્મ
ને હા!
ઈશ્વર પણ તુરંત મળે.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
No comments:
Post a Comment