Tuesday, 29 August 2017

ગઝલ

નામ તારું લેતુ ઘરચોળું યથાવત છે.
સ્પર્શમાં સારસનું કો' ટોળું યથાવત છે.

છે હવનમાં આ હૃદયને આહુતિમાં હું,
એક ઈચ્છાનું સખત કોળું યથાવત છે.

યાદની ડમરી ઉઠી આંખે ઢળ્યો ડૂમો,
આશની ડાળે વિહગ ભોળું યથાવત છે.

ભૂખરા અંધારમાં આલિંગનો ઠારી,
આ અધર પર બેઠુ વ્રત મોળું યથાવત છે.

પાલખીના ઓરતા બાંધ્યા કમાડે ત્યાં,
ખીલવા મથતું કમળ ધોળું યથાવત છે.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment