બની શકે છે દુભાયું હોય દિલ કોઈનું
માંગુ છું માફી દિલથી કરજો ક્ષમા.
બની શકે છે કોઈ કર્મ કદાચ ખૂંચ્યું હોય માંગુ છું માફી જોડી હાથો કરજો ક્ષમા.
વાણી થકી આપી હોય કદાચ વેદના
માંગુ છું માફી શીતળ શબ્દોથી કરજો ક્ષમા.
આમતો વાવ્યાં નથી કાંટાઓ છતાં બને ચુભ્યું હોય
માંગુ છું માફી કોમળ ફૂલથી કરજો ક્ષમા.
ભૂલેચૂકે મન , વચન, કર્મ થકી થયું હોય કોઈનું અહિત
માંગુ છું માફી આજ નમી નમી હેતે કરજો ક્ષમા.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
સર્વોને "મિચ્છામિ દુક્કડમ"
Tuesday, 29 August 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment