જય શ્રી માં વાઘેશ્વરી
-દુહો-
વાઘેશ્વરી વરદાઇની, માં પરમેશ્વરી પ્રાણદાત્
શ્વાસે શ્વાસે માં ઇશ્વરી, માડી વિશ્વેશ્વરી વિખ્યાત.
પથ્થરને પિગળાવીયો,ને માડી ઝરમર ઝરણું જાય,
હે માં એ હાબો વિંધ્યો હેઠથી, ને ત્રાંબડીયું તરતી થાય.
(છંદ હરીગીત)
(ભુલો ભલે બીજુ બધુ મા બાપને ભુલસો નહિં)
સમરણ કરું માં શારદા, વાણી રૂપે વાઘેશ્વરી,
સંતાપ સઘળા ટાળજો, માં આદ્યશક્તિ ઇશ્વરી.
કરણી અને કથની તણાં સહું દોષને પરખાવજૈ,
અરદા કરું માં આટલી હાબાય હામું પુરજે.
દુઃખ, દર્દ આવે છો ભલે સઘડા મળી સંસારમાં,
સમ ભાવથી ભજતો રહું તુજ નામના વિસ્તારમાં
માંગું ફકત માં એટલું બસ સહનશક્તિ આપજે,
અરદા કરું માં આટલી હાબાય હામું પુરજે.
હસતી કદી, રડતી કદી, પડતી ને આખડતી રહી,
પળ પળ લપસતી જીંદગી, તુજ તાંતણે ટકતી રહી,
જંજારની રંઝાડથી આઇ આવને ઉગારજે,
અરદા કરું માં આટલી હાબાય હામું પુરજે.
હાકલ પડે, હાજર થતી, હાબાય ધ્રોડી આવતી,
સમરુ હબાઇ માતને, ત્યાં ગગન નાદ ગજાવતી.
ભટકેલ ભોળા બાળને, માં ભગવતી ભવ તારજે,
અરદા કરું માં આટલી હાબાય હામું પુરજે.
વંદન કરું વાઘેશ્વરી, ભવતારીણી માતેશ્વરી,
ભુલો સહીત સૌ બાળને સ્વિકારજો પરમેશ્વરી.
લખણે કદી લપસું તો માં લપડાક મારી વારજે,
અરદા કરું માં આટલી હાબાય હામું પૂરજે.
શ્રી મા વાઘેશ્વરીના ચરણોમાં
રચયિતા - રમેશ છાંગા
-મમુઆરા
No comments:
Post a Comment