Friday, 22 September 2017

ગઝલ

ગઝલ

છેતરાયા ખબર છે છતાં ચાહતા રહ્યા
અમારા પ્રેમનું ઊંડાણ માપતા રહ્યા

ફક્ત આંસુઓ જ મળતા રહ્યા સફરમાં
ચહેરો હસતો રાખી ગમ છુપાવતા રહ્યા

હતી આશ કે વફા અમારી રંગ લાવશે
સ્નેહની અણમોલ દોલત લૂંટાવતા રહ્યા

લાગણીઓના છોડને સિંચન કર્યા કર્યું
ફળની આશામાં વર્ષો ગુજારતા રહ્યા

સહુને પોતાના સમજી હૂંફ આપ્યા કરી
અહમને અમારા બસ ઓગાળતા રહ્યા

દિલીપ શાહ

No comments:

Post a Comment