તું મારા વિચાર વાયુમાં અક્ષત છે,
યાદોનાં ટેરવાનો તું સ્પંદન છે.
પણ
ત્વચાની જડતા છે એટલી ,
કે કંટક વાગ્યાની વેદના નથી.
વાદળો નો ચડતો ડોળ,
અષાઢનો બને આદ્ર,
વન વગડે બે જાન બનેલાં છોડ,
જાણે સળવળી રહ્યાં હોય;
એમ
તારા આવવાની રાહ,
ઊંડે ઊંડે જાગે છે,
જયાં હું;
વિચાર, લાગણીની જેમ,
યાદોની સળવળાટની જેમ,
સરનામું નથી કે,
આવન —જાવન થાય.
એનું આવું અને જાવું જેટલું,
સરળ નથી ...
એ તો મારી ક્ષણ છે....
પલ્લુ..
No comments:
Post a Comment