Friday, 1 September 2017

ગઝલ

હૃદય પર ઘાવના પ્હેરા થયા છે જો,
એના ત્યાં જ્યારથી ડેરા થયા છે જો.

નથી એ નીકળ્યાં આજે ફરી બોલો,
નયનના આંસુ મોંઘેરા થયા છે જો.

તને હું ગોતતા થાકી ગયેલો છું,
અહીં ચ્હેરા ઉપર ચ્હેરા થયા છે જો.

કળું છું ક્યારનો પણ એ કળાતો નઈ,
હૃદયના ભાવ બૌ ઘેરા થયા છે જો.

હશે કૈં ધારણા વરસાદની "જયલા"
સ્મરણના વાદળો ઘેરા થયા છે જો.

જયલા

No comments:

Post a Comment