Friday, 1 September 2017

ગઝલ

હોય નૈ તકલીફ તો  મજ્જા ય શું?
ગૂંચ કોઈ પણ  ન હો,  સલવાય શું?

એક સાંધો  તેર  ટૂટે,  થાય  ભૈ,
યત્ન કર,  મંડી જ પડ,  મુંઝાય  શું?

સગપણોએ  હોય  સાવે  નામના,
સ્નાન સૂતક  ના કશું તો ન્હાય  શું?

સ્થિર  મનથી  કર્મધર્મો   પાળવા,
ધોય મનમેલો બધા , ઊપાય શું?

ભાગ્યરેખા ઘડ!  તને  પડકાર દે!
તું  જ તારામાં ન હો!  તો  માહ્ય શું?

-------------હેમા ઠક્કર     "મસ્ત "    31-8-17

No comments:

Post a Comment