Friday, 1 September 2017

અછાંદસ

હળવે હળવે હલકારા દેતો તો બાંકડો,
આજે એકલો અટૂલો છે આ બાંકડો,
ભૂતકાળમાં કેવો ફક્કડ લાગતો !
થોડા અભિમાનથી અક્કડ લાગતો ,
અરે! દાયકા પહેલાની વાત કરીએ તો ..
અહીં પ્રેમીઓના સિસકારા હતા,
તો કેટલાક એકાકી વૃદ્ધોના નિસાસા હતા,
એ હરખાતો ,લજવાતો , ઝંખવાતો ,પછી સ્થિર બની આ લાગણીનું મિશ્રણ પી જતો,
બાળકોની કિલકારીએ એનામાં બાળપણ આવતું,
બાળકો સાથે નાચતા કૂદતા એ  પણ થાકતો ,
પણ , ધીરે ધીરે સમય ઢળતો ગયો , બાંકડો પણ વૃદ્ધોની જેમ વળતો ગયો,
પાયા ઢીલા પડ્યા ,રંગ ઉખડવા લાગ્યો ,સમયના આવરણ સરકતા ગયા ..
આજ એ બાળકો ,વૃદ્ધો ,પ્રેમીઓ ક્યાંય દેખાતા નથી , એની સ્મૃતિઓ ને સાચવીબેઠો છે બાંકડો .  આજ હું બેઠી એના પર ને સ્મૃતિઓને વહેંચી ઉઠ્યો એ બાંકડો...
આછંદસ કાવ્ય ...
મને આમાં સૂચનો આપો

દિપ્તિ બૂચ

No comments:

Post a Comment