Friday, 22 September 2017

અછાંદસ

એક વિદ્યાર્થીએ
આંખો મેળવી
ભવાં ચડાવી
સરોષ આંખે
સાફ શબ્દોમાં
ધ્રુજતા આવાજે
ઠપકાના સૂરમાં કહ્યું :
"સર, અમારી રજા વગર
તમને માંદા પડવાનો હક કોણે આપ્યો ?"
ત્યારે,
મને થયું કે,
તેં શ્રીમદ ભગવદ ગીતામાં
આપેલું પેલું વચન
योग क्षेमं वहाम्यहं
તું બરાબર નિભાવી જાણે છે હોં !!!

#આલાપ
#CM_Sarkaar

#ILoveMyStudents

No comments:

Post a Comment