Friday, 22 September 2017

ગઝલ

ગઠરિયાં

ઊગમણે    ઉઠી      છે     આંધી!
જન્મ્યો   છે   બીજો   શું   ગાંધી?

ઝીણી       ને      ફાટેલી     ચાદર
પાંપણના       દોરાથી       સાંધી!

ઘઉં   વીણી   કંકરને   દળ્યા   છે!
ને    ઘઉં    સાથે    થૂલી    રાંધી!

હું   તો   છું   ને  ખેતર  પણ  છે!
હળ પણ છે પણ ગાયબ ખાંધી!

હરિયા    આવી   છોડી    જાજે
જે   જે   મેં   ગઠરિયાં    બાંધી!

- હરિહર શુક્લ

No comments:

Post a Comment