Sunday, 8 October 2017

ગઝલ

*કટાક્ષકથન*

પોયરો પાન-મસાલા ખાય; તારા બાપનું કાંઇ જાય?
છોને જ્યાં-ત્યાં થૂંકતો જાય! તારા બાપનું કાંઇ જાય?

સિગારેટનાં ધૂમાડાની રીંગો હવામાં ઉડાડીને,
સ્ટાઈલ મારે જો હાયફાય; તારા બાપનું કાંઇ જાય?

બે-ચાર કસ મારવા અથવા ચપટી દાંતે દબાવે તો જ,
ભાઇ સવારે હલકો થાય; તારા બાપનું કાંઇ જાય?

માવાનાં ગલ્લે ઠેકાણું; કાયમ ઉભો રહેલો મળતો,
પછી છો સમાજમાં પંકાય; તારા બાપનું કાંઇ જાય?

થૂંકવું, ફૂંકવું ખૂબ મજા ને કાયમ આદત મળે સજા,
અને જો કેન્સર બેન્સર થાય; તારા બાપનું કાંઇ જાય?

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment