Sunday, 8 October 2017

ગઝલ

*સમય*

ખૂટશે આજે જરાપણ વાતમાં આ જો સમય,
કેટલા યત્નો  વિફળતા પામશે ત્યાં. લો સમય.

કામયાબી છેવટે ક્યાં હાથમાંયે આવતી,
જીત મોંઘી સાબિતી માંઞે ફરી લ્યો કો સમય.

કામ તારા છે નકામા  કોણ જાણે ઢંગ આ,
વેડફ્યું આ કિંમતી આયુષ્ય ઢાલું, ખો સમય.

દાખલો આ એક ખોટો ક્યાં થયો એ ખોલશો?
ખળભળી અંદર જશો  કે ક્યાં છે મારો સમય.

લ્યો ખબર આવી નવી 'કાજલ' હતી કયાં યે કદી,
ઊગતા સૂરજ સલામી આપશે જયાં હો સમય.

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૭/૧૦/૧૭

No comments:

Post a Comment