Sunday, 8 October 2017

ગઝલ

સફર  મારી, મેં  મધદરિયાની  રાખી છે
ને દૂર, આછકલાઇ કિનારાની રાખી છે

ને કહી દો, તમે જઈ ને પેલા અંધારાને
અમાસે, ભીતર ચાંદની ઘાલી રાખી છે

હા, સગપણ નથી, કહેવાતા સંબંધોનું
પણ, કાંડે, દોરી એના નામની રાખી છે

હશે, ક્યાંક, એ મને યાદ કરતી  કદાચ
તો સ્વપ્નમાં  મેં મુસ્કાન સાધી રાખી છે

છે  ગુનો, સામાજિક  વ્યવસ્થાની  રીતે
છતાં સાથે પ્રભુની  છબી તારી રાખી છે

- ઉદયન

No comments:

Post a Comment