અથવા લખેલ નામને સૂરજમુખી કહો
અથવા એ પર્ણ ઓગળે,અંધારમાં વહો
અથવા કપાસ તાંતણે બાંધો અવાજને
અથવા કમળની કેદમાં ચૂપચાપ જઇ રહો
અથવા ટપાલ મોકલો અણધાર્યા નામથી
અથવા કલમની ટાંકને ચકચૂર થઇ સહો
અથવા ઉઘાડબંધ દિવસ ખોલશો નહી
અથવા ગણીત કોઇ સમયનું અહી ન હો
અથવા અસીમ આંખને પરદામાં રાખજો
અથવા લખેલ નામને સૂરજમુખી કહો
-નરેશ સોલંકી
No comments:
Post a Comment