*🍂'સ્વપ્ન'🍂*
હૈયાની લાગણીઓ રેલાઈ ગઇ...
સ્નેહની સરિતા પછી છલકાઈ ગઇ...
અરે! આ શું થયું?
ન્હોતું થવાનું એ જ થયું!!
પ્રણયનાં પુષ્પો કેમ પથરાઈ ગયાં?
આ જાણીને અમે તો હૈયામાં જ હરખાઈ ગયાં...
હરખતા હૈયાએ એક સવાલ કર્યો;
અરે! પાગલ! આ સ્વપ્ન તો નથી ને??
નિંદ્રામાંથી ઝબકારે જાગતા હું જોવું તો...
ખરેખર... એ સ્વપ્ન જ હતુ!!
જે આંખમાંથી આંસુ બનીને સરી ગયુ...
અને હૈયું હચમચી ગયુ!!!
*— પ્રદીપ સમૌચા*
No comments:
Post a Comment