Sunday, 1 October 2017

ગઝલ

માફ કરવાની મારી ફિતરત નથી,
એમ ના સમજો એની હસરત નથી.

આખું જીવન જેને મળતો પ્રેમ ના,
શું નરકથી એ  જીવન બદતર નથી?

બોલ કડવા હું કોઈ બોલી ગયો!
પ્રેમ છે મારો ,એમાં નફરત નથી.

પ્રેમ પાછળ ગાંડો થઈ લૂંટાઉ હું,
જિંદગી! કરવી મારે હિજરત નથી.

આવશે ! એને થોડી પણ હો ગરજ,
જો નહીં આવે ને! તો જરૂરત નથી.

-સંદીપ આર. ભાટિયા

No comments:

Post a Comment