*🍃'ભલે આવવા તું હવા દે'🍃*
નયનદ્વારથી તારી ભીતર જવા દે;
મને મૌનની તું કથા વાંચવા દે.
તબીબો બધાંયે વિફળ થઈ ગયા છે,
હવે તો સનમ મુજ દરદની દવા દે !
રહીને મને મૌનમાં શું મળે કે,
નથી ચૂપ રે'વું, મને બોલવા દે.
વ્યથા—વેદનાના જખમ ના છુપાવીશ,
ભલે આંખમાં અશ્રુઓ અાવવા દે.
તરસ પણ મને રણ મહીં લાગી શું કે
મળે જ્યાં ન જળ ત્યાં ન તું ઝાંઝવાં દે.
સ્વપન પણ હૃદયમાં જ ગુમ થઇ ગયાં છે,
હશે કોઇ ખૂણે, મને શોધવા દે.
અસર બેઅસર થઇ જખમ જોઇ જૂનાં,
ખુદા તું ભલે દે જખમ પણ નવા દે.
બુઝે ના 'પ્રદીપ' એમ છોને પવન હો,
ખસીને ભલે, આવવા તું હવા દે.
*— પ્રદીપ સમૌચા*
No comments:
Post a Comment