Sunday, 1 October 2017

અછાંદસ

સમજાતું નથી !!

જન્મ થવો , શિશુ અવસ્થા ,
કિશોર ,યુવા , વૃધ્ધ થવું
આ છે શું
ચમત્કાર જેવુ નહિ !
આ બધા કરોડો પ્રાણીઓ ,
જીવ જંતુઓ , પક્ષીઓ ,
અધધ  જીવ મેળો
કશું સમજાતું નથી આ તન ,
મન વિશાળ બ્રહ્માંડ
સ્વપ્ન , મૃત્યુ
અને આ કાયા પછી ક્યાં ??
સંબંધો , માયાજાળ , ક્રોધ ,ઇર્ષા
આ બધું કેમ ,
હું કોણ ? તું  કોણ ?
હે ! આ બધું શું ???
બસ શાંત અંશ કંઈ નથી વિચારવું
રહસ્યમય.....રહસ્યમય....
જીવન રહસ્યમય!
સઘળું રહસ્યમય !

અંશ ખીંમતવી

No comments:

Post a Comment