અમે તો ધીરે ધીરે એમને બસ, જાણવા લાગ્યા !
ન અમને જાણ થઈ , એ સાવ પાસે આવવા લાગ્યાં !
ગમી એવાં ગયાં પહેલી નજરમાં આપ અમને તો!
અમે તો એ દિવસથી આપને બસ, ચાહવા લાગ્યા !
મને તો એમ કે ભૂલી ગયો છું એમને હું સાવ !
થયું શું એવું કે એ યાદ પાછાં આવવાં લાગ્યાં ?
થયા જાણે નશામાં એવા એ ચકચૂર આજે તો !
બધા અર્થો પછી સૌ શબ્દને પડકારવા લાગ્યા !
વણી લીધી હતી બસ, જિંદગીની એમાં સચ્ચાઈ !
મને એના બધાંથી શે'ર કાયમ આગવા લાગ્યા !
અમાનત કેટલાંની જિંદગી આ તારી છે સાચે !
હતી ક્યાં એકલાની જિંદગી કે ત્યાગવા લાગ્યા ?
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment