Sunday, 1 October 2017

ગઝલ

ગઝલ - મોભો છે આજે મરવા વાળો - ગા12

હું તો  મારા  મનનું   ધાર્યું   કરવા વાળો ;
એ   ઈશ્વરને  પણ  હું  ટેકો    દેવા   વાળો .

ભૂલે  છે,સમજે   છે  ને  પાછો   આવે   છે ;
ઈશ્વર !  શ્વાસોની  ઉધારી  લેવા   વાળો .

કાનોકન  ખબર થઈ  છે મારી એ  વાતો ;
કોને  દાટ્યો ને  કોણ  હશે  મરવા  વાળો .

આઘા-પાછી કરવા વાળા આઘા જાઓ ;
આવ્યો છું હું ઈશ્વર  થઈ ને નડવા વાળો .

ભીંતે   ભીંતે   આંસુઓની    નિશાની   છે ;
એ  ઘરનો મોભો છે  આજે મરવા  વાળો .

સોલંકી દિપક "રહીશ"

No comments:

Post a Comment