એક ગીત
લઇ લંગોટી આવ્યા કવિવર બાબડબુચ્ચા રે...
ખિસ્સાઓ ફંફોસી કાઢે એ કાગળનાં ડુચ્ચા રે...
ચશ્માજીનાં આ કાચ ચડાવી વાંચે છે એ વાદળજીનાં અોળા રે
ક્યા છુપાયા અરે કવિવર શબ્દોનાં તો મરી ગયેલાં ડોળાં રે !
શબ્દ સહિતની હોય કવિતા છતાં અર્થ તો મૂળમાંથી બહુ લુચ્ચા રે....
લઇ લંગોટી આવ્યા કવિવર બાબડબુચ્ચા રે...
ભરી સભાની વાહવાહીમાં તાળી એ ઉઘરાવે રે
છાક ચડે જો મસ્તિનો તો પછી તરન્નુમ ગાવે રે !!!
મુજનું લખ્યું શિરમોર ને બાકી બીજું કુચ્ચા રે...
લઇ લંગોટી આવ્યા કવિવર બાબડબુચ્ચા રે...
- અનિલ વાળા
No comments:
Post a Comment