Sunday, 1 October 2017

અછાંદસ

૨જી ઓક્ટોબર

આજે બીજી ઓક્ટોબર છે..
અહા...
આજે નેતાઓએ બાપુની સમાધિ પર ફૂલો ચડાવી
એમના માર્ગે ચાલવાના ખોટા શપથ ખાવાનાં છે!!!
સત્ય પરિસ્થિતિજન્ય હોય છે.
એ વાત પણ બધા સમજી ગયા છે
આજે ખાવામાં લીમડાની ચટણી અને
દૂધ જ લેવાનાં છે, એ યાદ છે ને તને ?
આજે બાપુનાં ચશ્મા પહેરી અને જગતને જોવાનું છે...
આજ પુરતું
આજે કવિઓએ કવિતા
કરવાની છે
સત્ય,કરુણા અને અહિંસાની
હા, આજે બીજી ઓક્ટોબર છે
આજ પુરતા બાપુને
યાદ કરી લેવા એ
ભારતના નાગરિકોની પવિત્ર ફરજ છે,
એમ બધાએ માનવું જોઇએ....

             - અનિલ વાળા

No comments:

Post a Comment