Monday, 9 October 2017

ગીત

ઝીંગ પટાપટ ઝીંગડી પોપો...

અજવાળાંનાં ચોક વચોવચ આંધળા રે અંધાર તણાં આ ટહુકા ખુલ્લેઆમ ના રોપો..રોપ્પો રોપો..
ઝીંગ પટાપટ ઝીંગડી પોપો...પોપ્પો પોપો..

થાગડ-થીગડ રસ્તે ચાલી ઑગળે છે રે બીકની મજા
બીકનાં મંદર ઉપરે કેવી ફરકે કડેડાટ રે કેવી બીકની ધજા !

ભરસભામાં આબરૂ નામે ચીજ ઉછાળી ત્યાં જ પડ્યો છિનાળવો સોપો...સોપ્પો સોપો..
ઝીંગ પટાપટ ઝીંગડી પોપો...પોપ્પો પોપો..

ઓરતાંના આ હાથમાં રાતું ફફડે સફેદ રંગનું કેવું દુધિયાં દાંતલ ઘાસ...
ધીંગ પટાપટ ધીંગડ ધીંગડ અેમ કરીને વહેતો મારાં અંગનો શ્યામલ પ્રાસ...

લય તૂટે જો કોઈનો ત્યારે કાનમાં કેવાં ઊતરે છે કાળોતરાં કોપો...કોપ્પો કોપો..
ઝીંગ પટાપટ ઝીંગડી પોપો...પોપ્પો પોપો..

               - અનિલ વાળા

સંદર્ભ: 'કાલિયા' ફિલ્મ

No comments:

Post a Comment