Sunday, 1 October 2017

ગઝલ

સ્વર્ગની લાલચ ન આપો, તુજમાં ખોવાયા અમે
ચાંદ જેવું આભમાં મુખ જોય શરમાયા અમે..

બોલવું છે ડોલવું છે,ઝૂમવું છે જિંદગી
પ્રેમ કેસર તાંતણે બાંધી ને રંગાયા અમે..

જો ગુલાબી ગાલની ટશરો ફુટી છે વ્હાલની
દિલ નો ટહુકો આંખમાં ચિતરી ને સંતાયા અમે..

શાયરોની શાયરી માં જખ્મ  આપ્યા મેં  ગજબ
જામ શબ્દોમાં ભરી ગઝલોમાં પંકાયાં અમે..

વેદનાને સોડ તાણી મેં સુવાડી આંખમાં
અશ્રુઓની પાલખી રોકી લે ભીંજાયા અમે

રૂપાલી ચોકસી "યશ્વિ"

No comments:

Post a Comment