Tuesday, 10 October 2017

ગઝલ

હર દર્દની સાચી દવા આજે અસલ શોધી લીધી,
ઠંડી પડી જ્યારે સિતમની મેં ગઝલ ઓઢી લીધી.

તું  બુદ્ધિમાં   વજનો  અને  હૈયે  તરાજુ  રાખ માં,
આ  જાતને  મારી ઘણી કૈં વાર મેં તોલી લીધી.

ખુબ રોફ માર્યો મેં ખુદા સન્માન પર ને જ્ઞાન પર,
તે દામ ઓછા આપીને આ આબરૂ મોંઘી લીધી.

કે  એમની  સાથે  પ્રણયમાં થઈ ગયું ચૈતન્ય એ,
મારા જ હાથે મેં હવે મારી કબર  ખોદી  લીધી.

આ કાનથી હું સાંભળું,  આ કાનથી કાઢું પછી,
'જયલા' ગમી જે વાત ખુબ એ વાતને નોંધી લીધી.

@જયલા

No comments:

Post a Comment