વિશ્વ-ટપાલી દિન નિમિત્તે....
માસમીડિયા ગામમાં અફવા બહું ફેલાઈ કે-
આજ પાછો આવશે માણસ ટપાલી નામનો !
છે ભીતર "ગુણવંતભાઈ" પત્ર લાવ્યો છું પરમ--
અક્ષરે સાકાર થાશે પ્રેમ રાધા-શ્યામનો.
આજ લોકો ગૂંચવાયા છો ને છાના શબ્દમાં--
પત્ર મળતા લાગશે કે છે ટપાલી કામનો !
તું ભલે ભૂલી ગયો ઊંચે કો' આસન પ્હોચતા--
હું નહીં ભૂલું તને કારણ છું તારા ગામનો !
મામલો ક્યારે હતો તારે-મારે કંઈ મળે?
આજનો આ પત્ર સાચે છે જ મોંઘા દામનો !
17:51 ----ગુણવંત ઉપાધ્યાય
09102017
No comments:
Post a Comment