રૂપાળી કન્યા ને જોઈ ઘાંઘો વાંઘો થૈ ગ્યો
બે પગની આંટી મારીને જાણે કાનો થૈ ગ્યો
ઉપરા ઉપરી જોઈ નાખી બાર ડઝન છોકરીયું,
પણ છેલ્લે તો પેલીનાં દિકરાનો મામો થૈ ગ્યો
એવા તો કંટાળ્યા છે સૌ ગામના લોકો આજે
મોકલવા પરદેશ હવે તો ગામમાં ફાળો થૈ ગ્યો.
બેઠું બેતાલીસમું ત્યારે પાછું માંગું આવ્યું
અડધો પડધો કેતા'તા ઈ આખો ગાંડો થૈ ગ્યો.
પેટ હતું બે વ્હેંત નું એનું પરણ્યા પ્હેલા પહોળું
પરણી ને બે મહિનામાં એ મોટો ફાંદો થૈ ગ્યો.
ચાર વરસમાં ખડકી એણે નાની અમથી પલટન,
એટીકેટ માં ફરતો તો તયાં ઝભ્ભો લેંઘો થૈ ગ્યો.
પંદર વર્ષે કોને કહેવી મન મુંઝવતી વાતું,
બૈરી થી કંટાળી છેલ્લે એ પણ બાવો થૈ ગ્યો.
વિપુલ માંગરોલીયા ( વેદાંત )
No comments:
Post a Comment