મનમાં કોઇ મેલ રાખશો નહીં
કરી અજવાળા ખૂણા જરા ચોખ્ખા કરજો.
કડવું લાગ્યું હશે કદાચ વર્ષભર ઘણું
ખાઇ મીઠાઈ મન જરા મઘમઘતુ કરજો.
રાગ,દ્વેષ, ઇર્ષ્યાના ફોડી ફટાકડાં
વાતાવરણ મનનું જરા સ્વચ્છ કરજો.
બની શકે દુ:ખ લાગ્યું હોય કોઈના શબ્દે આકરું
મૌનરુપી માફી અર્પી મનને જરા નિર્મળ કરજો.
ક્યાં કશું સાથે આવવાનું છે જાણજો
હોય જે સારું સારું તે સર્વ જરા ખર્ચ કરજો.
ઉલ્લાસ, ઉમંગ ને પ્રેમભરી હર ક્ષણોને આવકાજો
ઉજવજો આ દિવાળી"નીલ " ને હર દિન દિવાળી કરજો.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
Wednesday, 18 October 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment