Wednesday, 18 October 2017

ગઝલ

ન  કરવું  હતું એજ કરવું પડ્યું  છે,
સતત એટલે અમને રડવું પડ્યું  છે.

હતી મંઝીલો, રાહ પણ, તે છતાયે,
દિશાએ - દિશાએ રખડવું પડ્યું છે.

ભલા જિંદગી આમ વીતી નથી કંઈ,
ઘણું  જાત  સાથેય  લડવું  પડ્યું છે.

હશે કોઇ બાકી કરજ ગત જનમનો,
મને આ જનમમાં જે ભરવું પડ્યું છે.

નથી રંજ એનો, નડ્યા એ અમોને,
ઘણાને  અમારે  ય  નડવું પડ્યું છે.

@જયલા

No comments:

Post a Comment