બોલ નશો જૂની વાઈનમાં,
કે મારી વેલેન્ટાઇન માં?
તમને સૌને છુટ્ટી આપી,
લાઈન મારો પણ લાઈનમાં.
માસ્તર બન્યો મારો લાલો,
તોય કરે લોચા સાઈનમાં.
અંગ્રેજીમાં કાકા બોલ્યા,
બોલો કેમ બધા ફાઈનમાં?
પ્લેન હતું પોત છતાં પેલી,
વાંધા પાડે ડીઝાઇનમાં.
છાપું આવ્યું બાપા ના હાથ,
મારો બેટો છે શાઈનમાં.
પોલીસોને દાટી મારી,
આખી ગાડી ગયી ફાઈનમાં.
..પ્રશાંત સોમાણી
No comments:
Post a Comment