હતી એટલી હોંશ કરી બનાવ્યો એક માળો,
એકના થયા બે, હવે કેમનો મળશે તાળો.
જરી કરી જગા ને હ્દયે થઈ નિરાંત,
ત્યાં ઘોડિયામાં ત્રીજું વર્તાવે કેર કાળો.
માંડ છાનો રાખી એને સૂવડાવ્યો પરબારો,
ત્યાં તો પરિવાર લઈ આવ્યો મારો સાળો.
'આવો, આવો' કહી દીધો મીઠો આવકારો,
હાથ જોડી કહ્યું,' બેસો જ્યાં જગા ભાળો.'
લાગે ઉપર બેઠો બેઠો તું ય હશે હરખાતો,
કેવો એને નાંખ્યો વમળમાં, કરી એક ચાળો.
હિતેશ
No comments:
Post a Comment