પન્નીને પહતાય તો કે’ટો ની
વાહણ જો અથડાય તો કે’ટોની
અમના તો કે’ટો છે કે પાંપણ પર ઉંચકી લેમ
પછી માથે ચડી જાય તો કે’ટો ની
અમના તો પ્યાર જાણે રેહમની ડોરી
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની
”એની આંખોના આભમાં પંખીનાં ટોળાં”
–પછી ડોળા દેખાય તો કે’ટો ની
હમ, ટુમ ઔર ટન્હાઈ, બધું ઠીક મારા ભાઈ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની
( ડો. રઈશ મનીઆર )
No comments:
Post a Comment