ના અસર થઈ કઈ દવાની ડામ પર,
આખરે વિશ્વાસ મૂક્યો જામ પર.
દાળમાં કાળું કશું જોયું તમે,
કેટલું છે ધ્યાન મારા કામ પર!
સૂંઠના એક ગાંગડે ગાંધી થવા,
રેડ પાડી સૂંઠના ગોદામ પર!
શેરિયત ના શેરમાં આવી પછી,
જ્યાં પડી એની નજર ઇનામ પર.
તેલ જો ને તેલની જો ધાર પણ,
પ્રેમનો વહેવાર ના કર ઠામ પર.
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment